Revelation 18:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારા જીવનાં ઇચ્છિત ફળ તારી પાસેથી જતા રહ્યાં છે, અને સર્વ સુંદર તથા કિંમતી પદાર્થો તારી પાસેથી નાશ પામ્યા છે, અને હવેથી તે કદી મળશે જ નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વેપારીઓ તેને કહે છે, “જે સારી ચીજો મેળવવા તું તલસતી હતી તે બધી જ અદૃશ્ય થઈ ગઈ છે, અને તારો બધો વૈભવ અને ભપકો તેં ગુમાવ્યા છે અને તે તને ફરી કદી મળશે નહિ!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા જીવનાં વાંછિત ફળ તારી પાસેથી જતાં રહ્યાં છે, અને સર્વ સુંદર તથા કિંમતી પદાર્થો તારી પાસેથી [જતા રહ્યા છે, અને] નાશ પામ્યા છે, અને હવેથી તેઓ કદી મળશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઓ બાબિલોન, તમે જે સારી વસ્તુઓની ઈચ્છા છે તે તારી પાસેથી દૂર થઈ છે. તારી બધી કિંમતી અને સુંદર વસ્તુઓ અદૃશ્ય થઈ ગઈ છે. તને ફરીથી તે વસ્તુઓ કદાપિ મળશે નહિ.”