Revelation 18:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી એક બળવાન સ્વર્ગદૂતે મોટી ઘંટીના પડ જેવો એક પથ્થર ઊંચકી લીધો અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું કે, 'તે મોટા નગર બાબિલોનને એ જ રીતે ઝપાટાથી નાખી દેવામાં આવશે. અને તે ફરી કદી પણ જોવામાં નહિ આવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી એક સમર્થ દૂતે ઘંટીના પડ જેવો મોટો પથ્થર ઉપાડયો અને તેને દરિયામાં નાખતાં તે બોલ્યો, “આ જ રીતે મહાનગરી બેબિલોનને ખૂબ જોરથી ફેંકી દેવામાં આવશે અને તે ફરી કદી દેખાશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી એક બળવાન દૂતે મોટી ઘંટીના પડના જેવો એક પથ્થર ઊંચકી લીધો, અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું, “તે મહાન નગર બાબિલોનને એ જ પ્રમાણે ઝપાટાથી નાખી દેવામાં આવશે, અને ફરી તે કદી પણ જોવામાં આવશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી એક શક્તિશાળી દૂતે એક મોટો પથ્થર ઉઠાવ્યો. આ પથ્થર ઘંટીના પડ જેવો મોટો હતો. તે દૂતે તે પથ્થરને દરિયામાં નાખી દીધો અને કહ્યું કે: “તે મહાન નગર બાબિલોનને એટલી જ નિર્દયતાપૂર્વક નીચે ફેંકી દેવામાં આવશે. તે શહેર ફરીથી કદી જોવામાં નહિ આવે.