Revelation 19:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં એક સ્વર્ગદૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો, અને તેણે આકાશમાં ઊડનારાં સર્વ પક્ષીઓને મોટે અવાજે હાંક મારી કે, 'તમે આવો અને ઈશ્વરના મોટા જમણને સારુ ભેગા થાઓ;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી મેં એક દૂતને સૂર્યમાં ઊભેલો જોયો. તેણે આકાશમાં ઊડતાં બધાં પક્ષીઓને બૂમ પાડી, “આવો, ઈશ્વરના મહાન સમારંભમાં ભાગ લેવા એકત્ર થાઓ!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી મેં એક દૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો. તેણે અંતરિક્ષમાં ઊડનારાં સર્વ પક્ષીઓને મોટે સાદે હાંક મારી, “તમે આવો, અને ઈશ્વરના મોટા જમણને માટે એકત્ર થાઓ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી મેં એક દૂતને સૂર્યમાં ઊભેલો જોયો. તે દૂતે આકાશમાં ઊંચે ઊડતાં બધાં પક્ષીઓને મોટા સાદે કહ્યું કે, “દેવના સાંજના મહાન જમણ માટે સાથે મળીને આવો.