Revelation 19:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જેઓ બાકી રહ્યા તેઓને ઘોડા પર બેઠેલાના મોમાંથી જે તલવાર નીકળી તેનાથી મારી નાખવામાં આવ્યા; અને તેઓના માંસથી સઘળાં પક્ષી તૃપ્ત થયાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમનાં સૈન્યો, સફેદ ઘોડા પર સવારી કરનારાના મોંમાંથી નીકળતી તલવાર વડે મારી નંખાયાં અને બધાં પક્ષીઓએ ધરાઈને તેમનું માંસ ખાધું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેઓ બાકી રહ્યા તેઓ ઘોડા પર બેઠેલાના મોંમાંથી નીકળતી તરવારથી માર્યા ગયા! અને તેઓનાં માંસથી સઘળાં પક્ષીઓ તૃપ્ત થયાં!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમનાં સૈન્યોને ઘોડા પરના સવારના મોંઢામાથી બહાર નીકળેલી તલવાર વડે મારી નંખાયા. બધાં પક્ષીઓએ તૃપ્ત થતાં સુધી આ મૃત શરીરોને ખાધાં.