Revelation 19:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સ્વર્ગદૂતે મને કહ્યું કે, 'તું એમ લખ કે હલવાનના લગ્નજમણને સારુ જેઓને નિમંત્રેલા છે તેઓ આશીર્વાદિત છે,' તે મને એમ પણ કહે છે કે, 'આ તો ઈશ્વરના સત્ય વચનો છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી દૂતે મને કહ્યું, “આ વાત લખી લે: જેમને હલવાનના લગ્નમાં આમંત્રણ મળ્યું છે, તેમને ધન્ય છે.” વળી, તેણે મને કહ્યું, “આ ઈશ્વરનાં સત્ય કથનો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તે મને કહે છે, “હલવાનના લગ્નજમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે, એમ તું લખ.” તે મને એમ પણ કહે છે, “આ તો ઈશ્વરનાં ખરાં વચનો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે દૂતે મને કહ્યું કે, “આ લખ: પેલા લોકો કે જેઓને હલવાનના લગ્નમાં ભોજન માટે નિમંત્રણ અપાયાં છે, તે લોકોને ધન્ય છે!” પછી તે દૂતે કહ્યું કે, “આ દેવના ખરાં વચનો છે.”