Revelation 21:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નગર સમચોરસ હતું તેની જેટલી લંબાઈ હતી તેટલી જ તેની પહોળાઈ હતી. તેણે લાકડીથી નગરનું માપ લીધું. તો તે બે હજાર ચારસો કિલોમિટર થયું. નગરની લંબાઈ, ઊંચાઈ સરખી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે નગર સમચોરસ હતું. એટલે કે તેની લંબાઈ અને પહોળાઈ એક્સરખાં હતાં. દૂતે પોતાના માપદંડથી નગર માપ્યું: તે આશરે ચોવીસ સો કિલોમીટર હતું, તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એક્સરખાં જ હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નગર ચોખડું છે, એટલે જેટલી તેની લંબાઈ છે તેટલી તેની પહોળાઈ છે. તેણે છડીથી નગરનું માપ લીધું, તો તે દોઢ હજાર માઈલ થયું. તેની લંબાઈ તથા પહોળાઈ તથા ઊંચાઈ સરખી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે શહેર ચોરસમાં બાંધવામાં આવ્યું હતું. તે દૂતે માપવાની છડી વડે શહેરને માપ્યું. તેની લંબાઇ તેની પહોળાઇ જેટલી હતી. તે શહેર 12,000 સ્ટેડીયા લાંબુ, 12,000 સ્ટેડીયા પહોળું અને 12,000 સ્ટેડીયા ઊંચું હતું.