Revelation 21:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત પ્યાલા હતા, તે સાત છેલ્લી આફતોથી ભરેલા હતા તેઓમાંનો એક સ્વર્ગદૂત મારી પાસે આવ્યો ને મને કહ્યું કે, 'અહીં આવ, અને જે કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાત આખરી આફતો ભરેલા સાત પ્યાલાવાળા સાત દૂતોમાંના એકે મારી પાસે આવીને મને કહ્યું, “ચાલ, હું તને કન્યા એટલે હલવાનની પત્ની બતાવું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી જે સાત દૂતોની પાસે છેલ્લા સાત અનર્થોથી ભરેલાં સાત પ્યાલાં હતાં, તેઓમાંના એકે મારી પાસે આવીને મને કહ્યું, “અહીં આવ, અને કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સાત દૂતોમાંથી એકે આવીને મને કહ્યું, “આ તે દૂતો હતા જેઓની પાસે છેલ્લાં સાત અનર્થોથી ભરેલાં સાત પ્યાલાં હતા.” તે દૂતે કહ્યું કે, “મારી સાથે આવ. હું તને તે કન્યા, હલવાનની વહુ બતાવીશ.”