Revelation 3:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લાઓદિકિયામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, જે ઈશ્વરની સૃષ્ટિના મૂળરૂપ છે, તે આ વાતો કહે છે
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લાઓદીકિયાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે આમીન, વિશ્વાસુ અને સત્યનિષ્ઠ સાક્ષી તથા ઈશ્વરના સર્વ સર્જનનું ઉદ્ભવસ્થાન છે તે આમ કહે છે:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લાઓદિકિયામાંની મંડળીના દૂતને લખ:જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, જે ઈશ્વરની સૃષ્ટિનું ઉદભવસ્થાન છે તે આ વાતો કહે છે:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“લાવદિકિયામાંની મંડળીના દૂતને લખ કે: “જે આમીન છે તે તમને આ વાતો કહે છે. તે વિશ્વાસુ તથા સાચો સાક્ષી છે. દેવે જે બધું બનાવ્યું છે તેનો તે શાસક છે. તે જે કહે છે તે આ છે: