Revelation 5:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજ્યાસન પર જે બિરાજેલા હતા તેમના જમણાં હાથમાં મેં એક ઓળિયું જોયું, તેની અંદરની તથા બહારની બન્ને બાજુએ લખેલું હતું, તથા સાત મુદ્રાથી તે સીલબંધ કરેલું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી રાજ્યાસન પર જે બિરાજમાન છે તેમના જમણા હાથમાં મેં એક પુસ્તક જોયું. તે તો બન્‍ને બાજુએ લખેલું અને સાત મુદ્રાથી મુદ્રાંક્તિ કરેલું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજ્યાસન પર જે બેઠેલા હતા તેમના જમણા હાથમાં મેં એક ઓળિયું જોયું, તે અંદરની તથા બહારની બન્‍ને બાજુએ લખેલું હતું, અને સાત મુદ્રાથી મુદ્રિત કરેલું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી રાજ્યાસન પર જે બેઠા હતા તે એકના જમણા હાથમાં મે એક ઓળિયું જોયું, ઓળિયાની બંને બાજુએ લખાણ હતું. ઓળિયું સાત મુદ્રાઓથી મુદ્રિત રાખવામાં આવ્યું હતું.