Revelation 6:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો; તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ નષ્ટ કરવાની [સત્તા] આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે; વળી તેને એક મોટી તલવાર આપવામાં આવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એટલે બીજો લાલ રંગનો ઘોડો આવ્યો. તેના સવારને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી હતી; જેથી માણસો એકબીજાને મારી નાખે. તેને એક મોટી તલવાર આપવામાં આવી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે બીજો લાલ ઘોડો નીકળ્યો, અને તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની [સત્તા] આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે. વળી તેને એક મોટી તરવાર આપવામાં આવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી બીજો એક ઘોડો બહાર આવ્યો. આ એક લાલ ઘોડો હતો. તે ઘોડા પર જે સવાર હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, જેથી લોકો એકબીજાને મારી નાખે તેવી તેને સત્તા આપવામાં આવી હતી. આ સવારને એક મોટી તલવાર આપવામાં આવી હતી.