Revelation 7:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ પછી, મેં ચાર સ્વર્ગદૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા; તેઓએ પૃથ્વીના ચાર પવનને એવી રીતે અટકાવી રાખ્યા હતા કે, પૃથ્વી પર અથવા સમુદ્ર પર, કોઈ ઝાડ પર પવન વાય નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ પછી મેં ચાર દૂતોને પૃથ્વીને ચાર ખૂણે ઊભા રહેલા જોયા. તેઓ પૃથ્વીના ચારે પવનોને રોકી રહ્યા હતા, કે જેથી પૃથ્વી પર, સમુદ્ર પર કે વૃક્ષો પર પવન વાય નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી મેં ચાર દૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા. પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય, તેટલા માટે તેઓએ પૃથ્વીના ચાર વાયુને અટકાવી રાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બન્યા પછી મેં ચાર દૂતોને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા. તે દૂતોએ પૃથ્વી પર કે સમુદ્ર પર કે કોઈ વૃક્ષ પર પવન ન વાય માટે ચાર વાયુઓને અટકાવી રાખ્યા હતા.