Revelation 7:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સઘળા સ્વર્ગદૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભેલા હતા, અને તેઓએ રાજ્યાસનની આગળ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની ભજન કરતાં કહ્યું કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજ્યાસન, વડીલો અને ચાર જીવંત પ્રાણીઓની ચારે બાજુએ બધા દૂતો ઊભા હતા. પછી તેઓ રાજ્યાસન સમક્ષ શિર ટેકવીને અને ધૂંટણિયે પડીને ઈશ્વરનું ભજન કરતાં બોલ્યા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સર્વ દૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભા રહેલા હતા. તેઓએ રાજયાસનની આગળ દંડવત પ્રણામ કરતાં ઈશ્વરની આરાધના કરીને કહ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાં વડીલો અને ચાર જીવતા પ્રાણીઓ હતા. બધાજ દૂતો તેમની આજુબાજુ અને રાજ્યાસનની આજુબાજુ ઊભા હતા, તે દૂતોએ રાજ્યાસન આગળ દંડવત પ્રણામ કર્યા અને દેવની આરાધના કરી.