Revelation 7:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના ભક્તિસ્થાનમાં રાતદિવસ તેમની સેવા કરે છે; અને રાજ્યાસન ઉપર જે બેઠેલા તે તેઓના પર છત્રરૂપે રહેશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી જ તેઓ ઈશ્વરના રાજ્યાસનની સમક્ષ ઊભા રહીને તેમની રાતદિવસ સેવા કરે છે. રાજ્યાસન પર બિરાજનાર પોતાની હાજરીથી તેમનું રક્ષણ કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના મંદિરમાં રાત દિવસ તેમની સેવા કરે છે; અને રાજ્યાસન પર જે બેઠેલા છે તે તેમના પર મંડપરૂપે રહેશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે માટે આ લોકો દેવના રાજ્યાસન આગળ છે. તેઓ મંદિરમાં રાતદિવસ દેવની આરાધના કરે છે અને તે એક જે રાજ્યાસન પર બેઠેલો છે તે તેઓનું રક્ષણ કરશે.