Romans 1:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી ઈશ્વરે તેઓને તેઓનાં હૃદયોની દુર્વાસનાઓની અશુદ્ધતા માટે તાજી દીધાં કે તેઓ પરસ્પર પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માણસોની આવી મૂર્ખાઈને કારણે ઈશ્વરે તેમને તેમના અંત:કરણની દુર્વાસનાઓને સુપરત કરી દીધા છે. પરિણામે, તેઓ એકબીજાનાં શરીરોને ભ્રષ્ટ કરવા લાગ્યા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે ઈશ્વરે તેઓને તેઓનાં અંત:કરણોની દુર્વાસનાઓને લીધે અપવિત્રતાને સોંપી દીધા કે તેઓ અંદરોઅંદર પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માત્ર અનિષ્ટ કાર્યો કરવાની ઈચ્છાને કારણે લોકોનું જીવન આમ પાપમય બની ગયું. તેથી દેવે તેઓને ત્યાગ કર્યો અને તેઓને મન ફાવે તેમ પાપના માર્ગે ચાલવા દીધા. લોકોએ નૈતિક અપવિત્રતાના કાર્યોમાં રોકાઈને પાપ કર્યા અને તેઓના શરીરનું અપમાન કર્યુ.