Romans 10:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જેમનાં ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી, તેમને તેઓ કેવી રીતે વિનંતી કરી શકે? વળી જેમને વિષે તેઓએ સાંભળ્યું નથી, તેમના ઉપર તેઓ કેવી રીતે વિશ્વાસ કરી શકે? વળી ઉપદેશક વગર તેઓ કેવી રીતે સાંભળી શકે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જેમના ઉપર તેમને વિશ્વાસ નથી, તેમને નામે તેઓ કેવી રીતે પોકારશે? જેમના વિષેનો સંદેશ સાંભળ્યો નથી, તેમના ઉપર તેઓ વિશ્વાસ કેવી રીતે રાખશે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જેમના ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી, તેમને તેઓ કેમ વિનંતી કરશે? વળી જેમને વિષે તેઓએ સાંભળ્યું નથી, તેમના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે? વળી ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ સહાય માટે તેઓ પ્રભુમાં ભરોસો મૂકી શકે તે પહેલાં લોકોએ પ્રભુમાં વિશ્વાસ કરવો જોઈએ. અને લોકો પ્રભુમાં વિશ્વાસ કરે તે પહેલાં તેમણે પ્રભુ વિષે સાંભળેલું હોવું જોઈએ. અને લોકો પ્રભુ વિષે સાંભળે એ માટે બીજી કોઈ વ્યક્તિએ તેમને પ્રભુ વિષે કહેવું પડે.