Romans 10:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી હું પૂછું છું કે, 'શું ઇઝરાયલી લોકો જાણતા ન હતા?' પ્રથમ મૂસા કહે છે કે, 'જેઓ પ્રજા નથી તેવા લોકો પર હું તમારામાં ઈર્ષા ઉત્પન્ન કરીશ; અણસમજુ પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું ઇઝરાયલને સમજ ન પડી હોય એવું બને? સૌ પ્રથમ મોશે એનો જવાબ આપે છે: “પ્રજા ન ગણાય એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્‍ન કરીશ, જેઓ મૂર્ખ છે એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્‍ન કરીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી, હું પૂછું છું કે શું ઇઝરાયલી લોકો જાણતા ન હતા? પ્રથમ મૂસા કહે છે, “જેઓ પ્રજા નથી એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્‍ન કરીશ. અણસમજુ પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્‍ન કરીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી હું પૂછું કે, “શું ઈસ્રાએલના લોકો એ સુવાર્તા સમજી ન શક્યા?” હા, તેઓ સમજ્યા હતા. પ્રથમ મૂસા દેવ વિષે આમ કહે છે: “જે પ્રજા હજી ખરેખર રાષ્ટ્ર બની નથી, એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્ન કરીશ. જે રાષ્ટ્રમાં સમજશક્તિ નથી તેની પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ.”