Romans 16:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે મર્મના પ્રકટીકરણ પ્રમાણે મારી સુવાર્તા, એટલે ઈસુ ખ્રિસ્ત વિષેના ઉપદેશ પ્રમાણે તમને દૃઢ કરવાને જે શક્તિમાન છે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સંદેશવાહકોનાં લખાણો દ્વારા તે માર્મિક સત્ય અત્યારે ખુલ્લું થયું છે. બધી પ્રજાઓ શુભસંદેશ ઉપર વિશ્વાસ કરી તેને આધીન થાય, તે માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી તે તમને જણાવવામાં આવ્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે [મર્મ] ના પ્રકટીકરણ પ્રમાણે, મારી સુવાર્તા, એટલે ઈસુ ખ્રિસ્‍ત વિષેના ઉપદેશ પ્રમાણે તમને દઢ કરવાને જે શક્તિમાન છે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ એ ગુપ્ત સત્ય હવે આપણી આગળ પ્રગટ કરી દેવામાં આવ્યું છે. અને હવે બધા જ દેશોના લોકોને એ સત્યથી માહિતગાર કરવામાં આવ્યા છે. પ્રબોધકોએ લખેલાં વચનો દ્વારા એ સત્ય જાહેર કરવામાં આવ્યું છે. દેવની આજ્ઞા આવી જ છે. અને તે ગુપ્ત સત્ય સૌ લોકોને હવે જણાવ્યું છે, જેથી કરીને તેઓ દેવ પર વિશ્વાસ કરે અને એની આજ્ઞાઓ પાળે. દેવ તો અવિનાશી છે.