Romans 2:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું જે નિયમશાસ્ત્ર વિષે ગર્વ કરે છે તે નિયમશાસ્ત્રનો ભંગ કરીને શું ઈશ્વરનું અપમાન કરે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અથવા નિયમશાસ્ત્ર વિષે બડાઈ કરીને અને છતાં નિયમનો ભંગ કરીને તું ઈશ્વરનું અપમાન કરતો નથી?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું જે નિયમશાસ્ત્ર વિષે અભિમાન રાખે છે, તે તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને ઈશ્વરનું અપમાન કરે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવના નિયમશાસ્ત્રનું જ્ઞાન હોવાની તમે બડાશો મારો છો પરંતુ નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને તમે દેવને શરમાવો છો.