Romans 3:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ના, એવું ન થાય; હા, દરેક મનુષ્ય જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; જેમ લખેલું છે કે, 'તમે પોતાનાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ના, કદી નહિ. પ્રત્યેક માણસ ભલે જૂઠો હોય, પણ ઈશ્વર તો સાચા જ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “જ્યારે તમે બોલશો ત્યારે તમે સાચા ઠરશો, અને જ્યારે તમારો ન્યાય કરવામાં આવે, ત્યારે તમારો વિજય થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ના, એવું ન બને. હા, દરેક માણસ ભલે જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; લખેલું છે, ‘તમે તમારાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ના! જગતના બધા જ લોકો ભલે જૂઠા સાબિત થાય. તો પણ દેવ તો સાચો જ ઠરે. શાસ્ત્રોમાં કહ્યું છે તેમ: “તારા વચનો સત્ય સાબિત થશે, અને તારા ન્યાયમાં તું હંમેશા વિજયવંત થઈશ.”