Romans 4:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને સુન્નતીઓનો પૂર્વજ, એટલે જેઓ સુન્નતી છે એટલું જ નહિ, પણ આપણો પિતા ઇબ્રાહિમ બેસુન્નતી હતો તે સમયના તેના વિશ્વાસનાં પગલામાં જેઓ ચાલે છે તેઓનો પણ તે પૂર્વજ થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માત્ર સુન્નત કરાવ્યાને લીધે જ નહિ, પણ સુન્નત કરાવ્યા પહેલાં આપણા પૂર્વજ અબ્રાહામને ઈશ્વરમાં જે વિશ્વાસ હતો તેનું અનુસરણ કરનાર સુન્નતીઓનો પણ તે પિતા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે સુન્નતીઓનો પૂર્વજ, એટલે જેઓ સુન્નતી છે એટલું જ નહિ, પણ આપણો પિતા ઇબ્રાહિમ બેસુન્નતી હતો, તે વખતના તેના વિશ્વાસને પગલે જેઓ ચાલે છે તેઓનો પણ તે પૂર્વજ થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે લોકોની સુન્નત કરવામાં આવી છે તેમનો પૂર્વજ પણ ઈબ્રાહિમ જ છે. માત્ર તેઓની સુન્નતને કારણે ઈબ્રાહિમને પિતાનું સ્થાન મળ્યું નથી. આપણા પૂર્વજ ઈબ્રાહિમ સુન્નત પહેલા જે વિશ્વાસ ઘરાવતો હતો, એવું વિશ્વાસભર્યુ જીવન જો તેઓ જીવે તો જ ઈબ્રાહિમ તેમનો પિતા ગણાય.