Romans 4:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે ઈશ્વર મૃત્યુ પામેલાઓને સજીવન કરનાર છે અને જે બાબતો નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરે છે અને જેમનાં પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, તેમની આગળ તે આપણા બધાનો પૂર્વજ છે, (જેમ લખ્યું છે કે, 'મેં તને ઘણી દેશજાતિઓનો પૂર્વજ બનાવ્યો છે તેમ').
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે.” એ રીતે અબ્રાહામ આપણો આત્મિક પિતા છે. જે મૂએલાંઓને સજીવન કરે છે અને જેમની આજ્ઞા દ્વારા બિનહયાત વસ્તુ અસ્તિત્વમાં આવે છે, તે જ ઈશ્વર ઉપર અબ્રાહામે વિશ્વાસ રાખ્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઈશ્વર જે મૂએલાંઓને સજીવન કરનાર છે, અને જે નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરનાર છે, અને જેમના પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, તેમની આગળ તે આપણા સર્વનો પૂર્વજ છે (જેમ લખેલું છે, “મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે” તેમ.)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે, “મેં તને અનેક પ્રજાઓનો પિતા બનાવ્યો છે.” દેવની સાક્ષીએ આ વાત સત્ય છે. ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો તે દેવ કે જે મૂએલાઓને સજીવન કરે છે, અને જે વસ્તુઓ કે ઘટનાઓ હજી સુધી બની નથી તેને પ્રગટ કરનાર છે.