Romans 4:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તે આશીર્વાદ સુન્નતીને જ આપવામાં આવ્યો છે, કે બેસુન્નતીને પણ? આપણે એવું તો કહીએ છીએ કે 'ઇબ્રાહિમનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આવી આશિષ શું ફક્ત જેમણે સુન્નત કરાવેલી હોય તેમને જ માટે છે? ના, સુન્નત વગરનાઓ માટે પણ છે. આપણે ધર્મશાસ્ત્રમાંથી ઉલ્લેખ કર્યો કે, “અબ્રાહામે ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો, અને એ વિશ્વાસને લીધે ઈશ્વરે તેનો તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે એ ધન્યવાદ સુન્નતીને જ [આપવામાં આવ્યો] છે કે બેસુન્નતીને પણ? આપણે તો એવું કહીએ છીએ, ‘ઇબ્રાહિમનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો હતો.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો શું જે યહૂદિઓએ સુન્નત કરાવી છે તેઓને જ આ આનંદની અનુભૂતિ થાય છે? કે પછી, જેમણે સુન્નત કરાવી નથી એમને પણ એવો આનંદ પ્રાપ્ત થશે? એટલા માટે મેં અગાઉથી કહ્યું છે કે દેવે ઈબ્રાહિમના વિશ્વાસને સ્વીકાર્યો અને તે વિશ્વાસે જ તેને દેવ પ્રાપ્તિ માટે ન્યાયી ઠરાવ્યો.