Romans 5:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એકના પાપનું જે પરિણામ આવ્યું, તેવું એ દાનનું નથી; કેમ કે એકના અપરાધથી દંડરૂપ ન્યાયચુકાદો થયો, પણ ઘણાં અપરાધોથી કૃપાદાન તો ન્યાયીકરણરૂપ થયું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વરની ભેટ અને એક માણસના પાપ વચ્ચે તફાવત છે. એક માણસના અપરાધને પરિણામે આપણે દોષિત ઠર્યા; જ્યારે અનેક અપરાધો પછી આવેલ કૃપાદાને આપણને નિર્દોષ જાહેર કર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એકના પાપનું પરિણામ જેવું થયું તેવું એ દાનનું નથી, કેમ કે એક [ના અપરાધ] થી ફેંસલો દંડરૂપ થયો, પણ ઘણા અપરાધોથી કૃપાદાન તો ન્યાયીકરણરૂપ થયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આદમે એક પાપ કર્યું કે તરત જ તેને અપરાધી ઠરાવવામાં આવ્યો. પરંતુ દેવની બક્ષિસની વાત તો કાંઈ જુદી જ છે. અનેક પાપો થયાં પછી દેવની બક્ષિસ મળી. એ બક્ષિસ તો એવી છે કે જે લોકોને દેવ સાથે ન્યાયી બનાવે છે.