Romans 7:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી ભાઈઓ, શું તમે એ નથી જાણતા (જેઓ નિયમશાસ્ત્ર જાણે છે તેઓને હું કહું છું) કે, મનુષ્ય જીવે ત્યાં સુધી તે નિયમશાસ્ત્રના નિયંત્રણમાં હોય છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ભાઈઓ, તમે નિયમશાસ્ત્રથી પરિચિત છો અને જાણો છો કે માણસ જીવતો હોય ત્યાં સુધી જ તેના પર નિયમ ચાલે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી, ભાઈઓ, શું તમે નથી જાણતા (નિયમ [શાસ્‍ત્ર] જાણનારા પ્રત્યે હું બોલું છું.) કે માણસ જીવે છે ત્યાં સુધી તેના પર નિયમની સત્તા હોય છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભાઈઓ અને બહેનો, તમે મૂસાના નિયમશાસ્ત્રને સમજો છો. તેથી સાચેજ તમે જાણો છો કે કોઈ વ્યક્તિ જ્યાં સુધી જીવિત હોય છે ત્યાં સુધી જ નિયમશાસ્ત્રની સત્તા એના પર ચાલે છે.