Romans 7:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે જે હિતકારી છે, તે શું મને મૃત્યુકારક થયું? ના, કદી નહિ; પણ પાપ તે પાપ જ દેખાય અને આજ્ઞા દ્વારા તો પાપનો વ્યાપ વધી જાય, એ માટે જે હિતકારી છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો એનો અર્થ એ છે કે જે સારું છે તેણે મારું મોત નિપજાવ્યું? ના, કદી નહિ. એ કરનાર તો પાપ હતું. સારાનો ઉપયોગ કરીને પાપ મારી પાસે મરણ લાવ્યું; જેથી તેનો ખરો સ્વભાવ પ્રગટ થાય. આમ, આજ્ઞા મારફતે પાપ વધુ બદતર બને છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે શું જે હિતકારક છે તે મને મૃત્યુકારક થયું? ના, કદી નહિ. પણ પાપ તે પાપ જ દેખાય, અને આજ્ઞા વડે પાપ તે અતિશય પાપિષ્ટ થાય, એ માટે જે હિતકારક છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો આનો અર્થ શું એવો થાય કે જે કઈક સારું છે તે જ મારા માટે મૃત્યુ લાવ્યું? ના! પરંતુ પાપે જે મારું મૃત્યુ લાવી શકે તેવા સારાપણાનો ઉપયોગ કર્યો. આમ એટલા માટે બન્યું કે પાપનું ખરું સ્વરૂપ પ્રગટ થઈ શકે. અને તેના બધા અનિષ્ટોમાં પાપ બતાવી શકાય આ બધું આજ્ઞા દ્વારા જ થયું હતું.