Romans 8:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે ફરીથી ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી; પણ તમને દત્તકપુત્ર તરીકેનો આત્મા મળ્યો છે જેને લીધે આપણે પિતા (અબ્બા) એવી હાંક મારીએ છીએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વરે જે આત્મા તમને આપ્યો છે, તે તમને ગુલામ બનાવતો નથી, કે નથી તમને ગભરાવતો. એથી ઊલટું, પવિત્ર આત્મા આપણને ઈશ્વરના પુત્રો બનાવે છે. પવિત્ર આત્માની પ્રેરણાશક્તિથી આપણે ઈશ્વરને “આબ્બા, “ એટલે “મારા પિતા” કહીને પોકારીએ છીએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તકપુત્રપણાનો આત્મા મળ્યો છે, તેને લીધે આપણે આબ્બા, પિતા, એવી હાંક મારીએ છીએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે તે કોઈ સામાન્ય આત્મા નથી કે જે આપણને ફરીથી દાસ બનાવીને ભયભીત કરશે. જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે, તે આપણને દેવનાં સંતાનો બનાવે છે. અને એ ભાવનાથી જ તો આપણે દેવને “પિતા, પ્રિય પિતા,” કહીને બોલાવીએ છીએ.