Ruth 1:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારી દીકરીઓ, પાછી વળો, તમારા રસ્તે ચાલી જાઓ, કેમ કે હું એટલી બધી વૃદ્ધ થઈ છું કે હું પુન:લગ્ન કરી શકું તેમ નથી. વળી જો હું કહું કે, મને આશા છે કે આજ રાત્રે મને પતિ મળે અને હું દીકરાઓના ગર્ભ ધારણ કરું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દીકરીઓ, પાછી ફરો. ફરી લગ્ન કરવાની મારી ઉંમર વીતી ગઈ છે. છતાં હું માનું કે હજી મારે વિષે કંઈક આશા છે અને ધારો કે આજે રાત્રે જ હું લગ્ન કરું અને પુત્રો થાય,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારી પુત્રીઓ, પાછી વળીને ચાલી જાઓ; કેમ કે હું એટલી બધી વૃદ્ધ થઈ ગઈ છું કે મારાથી ફરી પતિ કરાય નહિ. જો હું કહું કે મને આશા છે, જો હું આજે રાતે જ પતિ કરું ને વળી મારે પેટે પુત્રનો પ્રસવ થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જાઓ, માંરી પુત્રીઓ પાછા જાઓ, હવે હું વૃદ્ધ થઈ છું અને ફરીથી પરણું તો પણ કોઇ પુત્રોને જન્મ દઇ શકુ તેમ નથી. હું આજે પરણુ અને આજ રાત્રે ગર્ભવતી બનું અને પુત્રને જન્મ આપુ તો પણ હું તમાંરે માંટે કોઇ કામની નથી.