Ruth 1:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને પુત્રવધૂઓ ફરીથી પોક મૂકીને રડી પડી. પછી ઓરપાએ પોતાની સાસુને વિદાય આપતા ચુંબન કર્યું; પણ રૂથ સાસુમાને વળગી રહી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે તેઓ ફરીથી પોક મૂકીને રડી. ઓર્પાએ પોતાની સાસુને ચુંબન કરીને પોતાના લોક પાસે પાછા જવા માટે વિદાય લીધી, પરંતુ રૂથ તો નાઓમીને વળગી રહી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેઓ ફરીથી પોક મૂકીને રડી, અને ઓરપાએ પોતાની સાસુને ચુંબન કર્યું; પણ રૂથ તેને વળગી રહી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બધું સાંભળીને તેઓ બંને ફરીથી મોટા સાદે રડવા લાગી. પછી ઓર્પાહે નાઓમીને ચુંબન કર્યું. અને પોતાને પિયર ચાલી ગઈ, પણ રૂથ ગઇ નહિ તેણે નાઓમીની સાથે જ રહેવાનો આગ્રહ રાખ્યો.