Ruth 1:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અહીં મોઆબમાં નાઓમીના સાંભળવામાં આવ્યું હતું કે ઈશ્વરે યહૂદિયામાં પોતાના લોકોને સહાય કરી છે અને તેઓને અન્ન આપ્યું છે. તેથી તેણીએ પોતાની પુત્રવધૂઓ સાથે મોઆબ દેશ છોડીને સ્વદેશ યહૂદિયા પાછા જવાનો નિર્ણય કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નાઓમીને મોઆબ દેશમાં જ ખબર પડી કે પ્રભુએ પોતાના લોક પર રહેમનજર કરીને મબલક પાક આપ્યો છે. તેથી તે પોતાની બે પુત્રવધૂઓ સાથે મોઆબ દેશ છોડીને પોતાના વતનમાં પાછી જવા તૈયાર થઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આથી તે પોતાની પુત્રવધૂઓની સાથે મોઆબ દેશમાંથી પાછી [પોતાના વતન] જવા માટે તૈયાર થઈ; કેમ કે તેણે મોઆબ દેશમાં સાંભળ્યું હતું કે, યહોવાએ પોતાના લોકોની ખબર લીધી છે, એટલે કે તેઓને અન્‍ન આપ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નાઓમીએ પોતાની બે પુત્રવધૂઓને લઇને પોતાની માંતૃ ભૂમિમાં ઘેર આવવાનો નિર્ણય કર્યો; કેમકે તેણે સાંભળ્યું હતું કે યહોવા પોતાની પ્રજાને અન્ન આપીને મદદ કરી રહ્યો છે.