Ruth 2:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેણે કહ્યું, "મારા માલિક, મારા પર કૃપાદ્રષ્ટિ રાખો; કેમ કે તમે મને દિલાસો આપ્યો છે અને જો કે હું તમારી દાસીઓમાંની એકયના જેવી નથી છતાં તમે મારી સાથે માયાળુપણે વાત કરી છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રૂથે જવાબ આપ્યો, “સાહેબ, મારા પર રહેમનજર રાખજો. હું તો તમારા એક નોકર જેવી પણ નથી તો ય તમે મારી સાથે માયાળુપણે બોલ્યા છો તેથી મને હૈયાધારણ મળી છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેણે કહ્યું, “હે મારા સાહેબ, મારા પર કૃપાદષ્ટિ રાખો, કેમ કે તમે મને દિલાસો આપ્યો છે, ને જો કે હું તમારી દાસીઓમાંની એકના જેવી નથી, તોપણ તમે આ તમારી દાસી સાથે માયાળુપણે બોલ્યા છો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રૂથ નમ્રભાવે બોલી, “માંરા સાહેબ, હું તમાંરી અત્યંત ઉપકાર વશ છું માંરી પર ખૂબ જ દયાળુતા દર્શાવવા માંટે અને માંરા જેવી દાસીને આશ્વાસન ભર્યા શબ્દો કહેવા માંટે. હું તો તમાંરા સેવકોમાંનાં એકની પણ બરાબર નથી.”