Ruth 2:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ભોજન સમયે બોઆઝે રૂથને કહ્યું, "અહીં આવીને રોટલી ખા અને તારો કોળિયો દ્રાક્ષારસના સરકામાં બોળ. "ત્યારે લણનારાઓની પાસે તે બેઠી; અને તેમણે તેને પોંક આપ્યો. તે ખાઈને તે તૃપ્ત થઈ અને તેમાંથી થોડો વધ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બપોરે જમતી વેળાએ બોઆઝે રૂથને કહ્યું, “અહીં આવ, ને આ શાકમાં રોટલી બોળીને ખા.” તેથી લણનારાઓની સાથે રૂથ પણ જમવા બેઠી. બોઆઝે તેને પોંક આપ્યો. તેણે તે ધરાઈને ખાધા પછી પણ થોડોક પોંક વધ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જમવાના સમયે બોઆઝે તેને કહ્યું, “અહીં આવીને રોટલી ખા, ને તારો કોળિયો સરકામાં બોળ.” ત્યારે કાપનારાઓની પાસે તે બેઠી. તેઓએ તેને પોંક આપ્યો, તે ખાઈને તૃપ્ત થઈ, ને તેમાંથી વધ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બપોરે જમવાના સમયે બોઆઝે તેને કહ્યું, “અહીં આવ, સરકામાં બોળીને થોડો રોટલો ખાઈ લે.” આથી તે લણનારાઓ ભેગી બેઠી અને બોઆઝે તેને પોંક આપ્યા. તેણે ધરાઈને ખાધું ને તેમાંથી થોડો પોંક વધ્યો.