Ruth 2:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે નાઓમીએ પોતાની પુત્રવધૂ રૂથને કહ્યું, "મારી દીકરી, એ સારું છે કે તું તેની જુવાન સ્ત્રીઓ સાથે જા, જેથી બીજા કોઈ ખેતરવાળા તને કનડગત કરે નહી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નાઓમીએ રૂથને કહ્યું, “હા દીકરી, તું બીજા કોઈના ખેતરમાં જાય અને તને કદાચ કોઈ હેરાન કરે એના કરતાં બોઆઝની કામ કરનારી સ્ત્રીઓ સાથે તું રહે એ સારું છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે નાઓમીએ પોતાની પુત્રવધૂ રૂથને કહ્યું, “મારી દીકરી, તું તેની યુવતીઓ સાથે જા, જેથી બીજા ખેતરવાળા તને કનડે નહિ તો ઠીક.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નાઓમીએ કહ્યું, “માંરી દીકરી, એ તો બહુ સારું, તું બીજા ખેતરમાં જાય અને તને કોઈ હેરાન કરે તેના કરતાં એના માંણસો સાથે રહેવું એ વધું સારું છે.”