Ruth 2:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે મને કહ્યું, 'કૃપા કરી મને લણનારાઓની પાછળ પૂળીઓ બાંધતાં રહી ગયેલાં કણસલાં વીણવા દે. 'તે અહીં આવીને સવારથી તો અત્યાર સુધી, ફક્ત થોડી વાર ઘરમાં આરામ કર્યા પછી સતત કણસલાં વીણવાનું તે કામ કરતી રહી છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે મને કહ્યું, ‘મહેરબાની કરીને મને લણનારાઓની પાછળ પાછળ ફરીને કણસલાં એકઠાં કરવા દો.’ એમ વહેલી સવારથી અત્યાર સુધી તેણે કામ કર્યું છે અને હજી હમણાં જ તે છાપરી તળે આરામ લેવા થોભી છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે મને કહ્યું, ‘કૃપા કરીને કાપનારાઓની પાછળ પૂળીઓ મધ્યેથી મને કણસલાં વીણી ભેગાં કરવા દે:’ એવી રીતે તે આવી, અને ત્યારથી એટલે સવારથી માંડીને આ સાંજ સુધી એ કામ પર લાગું રહી છે, ફક્ત થોડી વાર તેણે ઘરમાં આરામ લીધો હતો એ જ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આજે સવારે એણે મને પૂછયું કે; હું લણનારાઓની સાથે તેમની પાછળ પાછળ ચાસમાં કણસલાં વીણું? આમ, એ છેક પરોઢથી આવી છે અને અત્યાર સુધી વિસામો લીધા વગર ઉભા પગે કામ કરતી રહી છે. ફકત થોડી વાર કેટલીક ઘડી છાયડામાં આરામ કર્યો છે.”