Ruth 3:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સવાર સુધી રૂથ તેના પગ પાસે સૂઈ રહી. પરોઢિયું થાય તે પહેલાં ઊઠી ગઈ. કેમ કે તેણે કહ્યું હતું કે, "કોઈને જાણ થવી ના જોઈએ કે કોઈ સ્ત્રી ખળીમાં આવી હતી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમ રૂથ તેના પગ આગળ સૂઈ રહી, પરંતુ અજવાળું થતાં પહેલાં તે ઊઠી ગઈ. કારણ કે બોઆઝે તેને કહ્યું હતું કે તે ત્યાં ગઈ છે એની કોઈને ખબર પડવી જોઈએ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સવાર સુધી તેના પગ આગળ તે સૂઈ રહી, અને મળસકું થતાં પહેલાં તે ઊઠી ગઈ, કેમ કે તેણે કહ્યું, “ખળીમાં કોઈ સ્ત્રી આવી હતી, તેની કોઈને ખબર ન પડે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી સવાર થતાં સુધી તે તેના પગ આગળ સૂઈ રહી, અને લોકો એકબીજાને ઓળખી શકે તેટલુ અજવાળું થતા પહેલાં તે ઊઠી ગઈ કારણ કે બોઆઝે તેને કહ્યું, “હતું કે તે રાત દરમ્યાન ત્યાં હતી તે કોઇને ખબર પડવી જોઇએ નહિ.”