Ruth 3:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે નાઓમીએ કહ્યું, "મારી દીકરી, આ બાબતનું પરિણામ શું આવે છે તે તને જણાય નહિ ત્યાં સુધી અહીં જ રહે, કેમ કે આજે તે માણસ આ કાર્ય પૂરું કર્યા વિના રહેશે નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નાઓમીએ તેને કહ્યું, “હવે આનું કેવું પરિણામ આવે છે તેની જાણ થતાં સુધી ધીરજ રાખ. કારણ, આ વાતનો નિવેડો લાવ્યા વગર બોઆઝ જંપીને બેસવાનો નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેણે કહ્યું, “મારી પુત્રી, આ બાબતનું શું પરિણામ આવશે તે જાણતાં સુધી, તું છાનીમાની બેસી રહે; કેમ કે એ કામ આજે પૂરું કર્યા વિના તે માણસ જંપવાનો નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે પછી નાઓમીએ તેને કહ્યું, “માંરી દીકરી ધીરજ રાખ, અને આનું પરિણામ શું આવે છે તે જો. આજેને આજે એ કામ પૂરું કર્યા વિના તે જંપવાનો નથી.”