Ruth 3:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે બોઆઝે ખાઈ પી લીધું અને તેનું હૃદય મગ્ન થયું ત્યારે અનાજના ઢગલાની કિનારીએ જઈને તે સૂઈ ગયો. રૂથ ધીમેથી ત્યાં આવી. તેના પગ ખુલ્લાં કર્યા અને તે સૂઈ ગઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બોઆઝ ખાઈપી રહ્યો અને તે ખુશમિજાજમાં હતો. પછી તે જવના ઢગલા પાસે જઈ ઊંઘી ગયો. રૂથ ધીરેથી ગઈ અને બોઆઝના પગે ઓઢેલું ખસેડીને ત્યાં સૂઈ ગઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બોઆઝ ખાઈપી રહ્યો, ને તેનું મન મગ્ન થયું; એટલે અનાજના ઢગલાની બાજુએ જઈને તે સૂતો; ત્યારે તે ધીમેથી આવીને તેના પગ ઉઘાડા કરીને સૂઈ ગઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બોઆઝ પોતાનું કામ પુરું કરી અને જમીને ખૂબ પ્રસન્નતા અને સંતોષમાં હતો, તે ઘાસના ઢગલા પાસે જઈને સૂઈ ગયો. પછી રૂથ છાનીમાંની આવી અને તેના પગ ઉપરથી પાગરણ ખસેડીને તેની બાજુમાં સૂઈ ગઈ.