Ruth 4:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી બોઆઝે કહ્યું કે, "નાઓમીની પાસેથી એ ખેતર જે દિવસે તું ખરીદે, તે જ દિવસે તારે મૃત્યુ પામેલા માહલોનની પત્ની, મોઆબી રૂથની સાથે લગ્ન કરવું પડશે જેથી કરીને તેના વારસા પર તું મરનારનું નામ ઊભું કરે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે બોઆઝે કહ્યું, “તારે નાઓમીનું ખેતર ખરીદવું હોય તો મરનારની વિધવા રૂથ સાથે તારે લગ્ન પણ કરવું પડશે; જેથી ખેતર મરનારના વારસામાં ચાલુ રહે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે બોઆઝે કહ્યું, “તું નાઓમીની પાસેથી એ ખેતર ખરીદે, તે જ દિવસે તારે મરનારની વિધવા રૂથ મોઆબણની સાથે લગ્ન કરવું પડશે કે, મરનારના વતન ઉપર તેનું નામ કાયમ રહે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બોઆઝે કહ્યું, “તું જે દિવસે નાઓમી પાસેથી એ જમીન ખરીદી લેશે,મરનાર માંણસની પત્ની રૂથ જે મોઆબથી છે તે તારી પત્ની બનશે. જ્યારે એને પુત્ર થશે એ જમીન એને મળશે, આ રીતે જમીન મરનાર માંણસના પરિવારની જ રહેશે.”