Ruth 4:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે નજીકના સંબંધીએ કહ્યું કે, "મારા પોતાના ઉત્તરાધિકારીને હાનિ કર્યા સિવાય હું મારા માટે તે છોડાવી શકાશે નહિ. તેથી હવે તે જમીન છોડાવવાં માટે તું હકદાર થા; કેમ કે મારાથી તે છોડાવી શકાય તેમ નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પેલા માણસે ઉત્તર આપ્યો, “તો પછી હું એ ખેતર ખરીદી શકું તેમ નથી. કારણ, એમ કરવા જતાં હું મારો પોતાનો વારસો ખોઈ બેસું તેવું જોખમ છે. મારે એવું કરવું નથી; ખેતર ખરીદવાના મારા હક્કનો ઉપયોગ તમે જ કરો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તે નજીકના સગાએ કહ્યું, “હું મારે માટે તે છોડાવી શક્તો નથી, કેમ કે એથી રખેને હું મારા પોતાના વતનને ખલેલ પહોંચાડું. મારો છોડાવવાનો જે હક છે તે તું ધારણ કર, કેમ કે હું તે છોડાવી શક્તો નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે પેલા માંણસે કહ્યું કે, “હું એ જમીન ખરીદવા માંગતો નથી, કારણકે એમ કરતા હું માંરી પોતાની જમીન ખોઇ બેસીશ. તેથી તું બોઆઝ જમીન ખરીદી લે.”