Ruth 4:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે પ્રાચીન કાળમાં ઇઝરાયલમાં આવી રીતે છોડાવાનો તથા વેચવા સાટવાનો એવો રિવાજ હતો કે બધી બાબતોની ખાતરી કરવા, માણસ પોતાનું પગરખું કાઢીને તે પોતાના પડોશીને આપતો; અને ઇઝરાયલમાં કાયદાકીય કરાર કરવાની આ રીત હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે પ્રાચીન સમયમાં ઇઝરાયલમાં વેચવા-બદલવાનું કામ આવી રીતે થતું: વેચનાર પોતાનું ચંપલ ઉતારી સાક્ષીઓની રૂબરૂમાં ખરીદનારને આપતો. વાત પાકી થઈ છે તેનો કરાર કરવાની એ રીત હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે પ્રાચીન સમયમાં ઇઝરાયલમાં છુટકારો કરવાનું તથા વેચવાસાટવાનું દરેક કામ નક્કી કરવાને માટે એવો [રીવાજ] હતો કે એક માણસ પોતાનો પગરખું કાઢીને પોતાના પડોશીને આપતો; ઇઝરાયલમાં કરાર કરવા [ની રીત] એ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે તે સમયમાં ઇસ્રાએલમાં મિલકતનું વેચાણ અથવા ફેરબદલી કરતી વખતે સોદો પાકો કરવા મૂળ માંલિક પોતાનું પગરખું કાઢીને સામાંને આપે.