Song of Solomon 1:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેને મારો આત્મા પ્રેમ કરે છે તે, તું મને કહે, તું તારા ઘેટાં-બકરાંને કયાં ચરાવે છે? તેમને બપોરે ક્યાં વિસામો આપે છે? શા માટે હું તારા સાથીદારોના ટોળાંની પાછળ, ભટકનારની માફક ફરું?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે મારા પ્રીતમ, તું તારાં ટોળાં કઈ જગ્યાએ ચરાવે છે, તે મને જણાવ; ભરબપોરે તું તેમને કઈ જગ્યાએ વિસામો આપે છે તે કહે. શા માટે મારે બીજા ભરવાડોનાં ટોળામાં તારી શોધ કરવી પડે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે પ્રાણપ્યારા, તું [તારાં ટોળાં] ક્યાં ચારે છે, [ને] તેમને બપોરે ક્યાં વિસામો લેવડાવે છે, તે મને કહે; કેમ કે તારા સોબતીઓનાં ટોળાની સાથે બુરખાવાળીના જેવી હું શા માટે થાઉં?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે પ્રાણપ્યારા, મને જણાવ તો ખરો કે, આજે ઘેટાં-બકરાં ચરાવવા કયાં જઇ રહ્યો છે? તેમને બપોરે વિસામો ક્યાં આપે છે તે તો કહે; તારા સાથીદારોના ટોળાની સાથે બુરખાવાળી સ્રીની જેમ હું ભટકું તે કરતાં તારી સંગત સારી છે.