Song of Solomon 2:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યરુશાલેમની દીકરીઓ, હરણીઓના તથા જંગલી સાબરીઓના સમ દઈને કહું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે યરુશાલેમની નવયૌવનાઓ, હું તમને ચપળ હરણીઓ અને સાબરીઓના સોગન દઈને વીનવું છું કે તમે કોઈ અમારા પ્રેમમાં વિક્ષેપ પાડશો નહિ. બીજું ગીત
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને હરણીઓના તથા જંગલની સાબરીઓના સોગન દઈને વિનવું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યરૂશાલેમની યુવતીઓ, તમે મને જંગલમાં વસતી ચપળ મૃગલીઓ અને જંગલી હરણીઓના નામે વચન આપો કે યર્થાથ સમય આવે નહિ ત્યાં સુધી મારા પ્રીતમને જગાડશો નહિ.