Song of Solomon 3:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે સિયોનની દીકરીઓ, નીકળી આવો, જુઓ સુલેમાન રાજાને, તેના આનંદના દિવસે એટલે તેના લગ્નના દિવસે જે મુગટ તેની માતાએ તેને પહેરાવ્યો છે, તે મુગટ સહિત તેને નિહાળો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે સિયોનની નવયૌવનાઓ, બહાર આવો અને શલોમોન રાજાને નિહાળો! તેના લગ્નના દિવસે, એટલે હર્ષોલ્લાસના પ્રસંગે, તેની માતાએ જે મુગટ તેને માથે મૂક્યો હતો તે તેણે પહેરી રાખેલો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે સિયોનની પુત્રીઓ, નીકળી આવો, અને સુલેમાન રાજાના મનના ઉમંગને દિવસે, એટલે તેના લગ્નદિને જે મુગટ તેની માએ તેને પહેરાવ્યો છે તે મુગટસહિત, તેને નિહાળો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઓ સિયોનની યુવતીઓ, જાઓ અને જુઓ સુલેમાન રાજાને, એના આનંદના દિવસે એટલે તેના લગ્નના દિવસે તેની માતાએ તેને પહેરાવ્યો છે, તે મુગટસહિત નિહાળો તેને.”