Song of Solomon 4:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારી પ્રિયતમા તું કેવી સુંદર છે તું મનોહર છે; મારી પ્રિયતમા! તારા બુરખા પાછળ તારી આંખો કબૂતર જેવી છે; તારા કેશ ગિલ્યાદ પર્વતના ઢાળ પરથી નીચે આવતાં, બકરાનાં ટોળાં જેવા લાગે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે મારી પ્રિયતમા, તું કેટલી રૂપાળી અને મોહક છે! બુરખામાંથી તારી આંખો પ્રેમથી ઝળહળે છે. ગિલ્યાદ પર્વત પરથી બકરાંનાં ઊતરી રહેલાં ટોળાંની જેમ તારા વાળ ઊડી રહ્યા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રિયતમા, તું સુંદર છે; તું મનોહર છે; તારા બુરખાની પાછળ તારી આંખો કપોતના જેવી છે; તારા કેશ ગિલ્યાદ પર્વતની ઢોળાવે ઊતરતાં બકરાંના ટોળા જેવા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તું કેવી સુંદર અને મનોહર છે; મારી પ્રિયતમા! તારા બુરખા પાછળ તારી કબૂતર જેવી આંખો છે; તારા ચહેરા પર લટકતી કેશની લટો જાણે ગિલયાદ પર્વતના ઢાળ પરથી નીચે આવતાં બકરાંના ટોળા જેવા લાગે છે!