Song of Solomon 5:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારો પ્રીતમ બીજી કોઈ યુવતીના પ્રીતમ કરતાં શું વિશેષ છે? ઓ યુવતીઓમાં શ્રેષ્ઠ સુંદરી, તારો પ્રીતમ બીજી કોઈ યુવતીના પ્રીતમ કરતાં શું વિશેષ છે. કે તું અમને આ મુજબ કરવા સોગન દે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી, બીજા બધા કરતાં તારા પ્રીતમમાં વિશેષ શું છે? તેનામાં એવું અદ્‍ભુત શું છે કે તું અમને એ પ્રમાણે શપથ સાથે કહે છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે સ્ત્રીઓમાં સર્વોત્તમ સુંદરી, તારો પ્રીતમ [બીજી કોઈના] પ્રીતમ કરતાં શો વિશેષ છે? તારો પ્રીતમ [બીજી કોઈના] પ્રીતમ કરતાં શો વિશેષ છે? કે, તું એ પ્રમાણે અમને સોગન દે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઓ સ્ત્રીઓમાં શ્રે સુંદરી, અમને કહે કે, તારા પ્રીતમમાં બીજાના કરતાં એવું શું છે કે, તું અમને આવી આજ્ઞા કરે છે?