Song of Solomon 6:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પાછી આવ, હે શૂલ્લામી; પાછી આવ; પાછી આવ કે અમે તને નિહાળીએ. માહનાઇમના નૃત્યની જેમ તમે શૂલ્લામીને કેમ જુઓ છો?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે શૂલ્લામની કન્યા, નાચ, નાચ. એ માટે કે અમે તારો નાચ નિહાળીએ. પ્રેક્ષકોની બે હારની વચ્ચે હું નાચું, ત્યારે એ નાચ તમારે શા માટે નિહાળવો છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પાછી આવ, પાછી આવ, હે શૂલ્લામી; પાછી આવ, પાછી આવ કે, અમે તને નીરખીએ. માહનાઈમનો નાચ [જુઓ] તેમ તમે શૂલ્લામીને કેમ જુઓ છો?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે શૂલ્લામી! પાછી આવ, પાછી આવ; પાછી ફર પાછી ફર કે અમે તને નિહાળીએ. માહનાઇમના નૃત્યની જેમ શૂલ્લામીને જોવા તમે શા માટે આટલા ઉત્સુક છો?