Song of Solomon 6:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને મારી હોલી, મારી નિષ્કલંક તો એક જ છે; તે પોતાની માતાની એકની એક છે; તે પોતાની જનેતાની માનીતી છે. પુત્રીઓએ તેને જોઈને કહ્યું કે તું પ્રશંસાપાત્ર છે; રાણીઓ અને ઉપપત્નીઓ તેને જોઈને તેની પ્રશંસા કરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ મારી પ્રાણપ્રિયા તો એક જ છે. તે હોલી જેવી નિર્મળ છે. તે તેની માતાની એકનીએક અને લાડીલી પુત્રી છે. તેને જોઈને બધી સ્ત્રીઓએ કહ્યું કે તને ધન્ય છે. રાણીઓ અને ઉપપત્નીઓએ પણ તેને જોઈને તેની પ્રશંસા કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[પણ] મારી હોલી, મારી સર્વાંગ સુંદરી, તો એક જ છે! તે પોતાની માની એકનીએક છે; તે પોતાની જનેતાની માનીતી છે. પુત્રીઓએ તેને જોઈને કહ્યું, ‘તને ધન્ય છે!’ હા, રાણીઓએ તથા ઉપપત્નીઓએ તેને [જોઈને] તેની પ્રશંસા કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ મારી વ્હાલી, મારી પ્રીતમા તો એકજ છે; પોતાની માતાની એકની એક, અને પિતાની વહાલી. યરૂશાલેમની દીકરીઓ તારી સામે જુએ છે અને તને ધન્યવાદ આપે છે; રાણીઓ અને ઉપપત્નીઓ તારી પ્રશંસા કરે છે.