Song of Solomon 8:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારી દ્રાક્ષાવાડી મારી પોતાની છે; મારા પ્રિય સુલેમાન, તે હજાર શેકેલ તો તારાં છે મારા પ્રિય સુલેમાન, અને તેના ફળની રખેવાળી કરનારને બસો શેકેલ મળશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોનને તેના એક હજાર સિક્કા મળે તે વાજબી છે, અને ખેડૂતોને તેમના ભાગરૂપે બસો સિક્કા મળે તે ય વાજબી છે. પણ મારી પાસે તો મારી પોતાની, મારી માલિકીની દ્રાક્ષવાડી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારી દ્રાક્ષાવાડી જે મારી માલિકીની છે, તે મારી સમક્ષ છે; હે સુલેમાન, એ હજાર તો તને મળશે, અને તેના ફળની રખેવાળી કરનારને બસેં [મળશે].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારી દ્રાક્ષાવાડી મારી પોતાની છે. હે સુલેમાન, તું તારા હજાર શેકેલ રાખી લે અને ભલે દરેક ખેડૂત પાસે બસ્સો શેકેલ રહે.