Titus 1:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ માણસ નિર્દોષ હોય, એક સ્ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, જેમનાં ઉપર દુરાચારનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય અને જેઓ ઉદ્ધત ન હોય, તેવા માણસને અધ્યક્ષ ઠરાવવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આગેવાન નિર્દોષ હોવો જોઈએ. તેને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો ઈસુ પર વિશ્વાસ રાખનારાં હોવાં જોઈએ અને ચારિયહીન કે અનાજ્ઞાંક્તિ હોવાં ન જોઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે માણસ નિર્દોષ હોય, એક જ સ્‍ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, અને જેઓના ઉપર બદફેલીનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય એવાં હોય, ને જેઓ ઉદ્ધત ન હોય [એવા માણસને ઠરાવવો].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વડીલ થવા માટે એ વ્યક્તિ કોઈ પણ ખરાબ કામ માટે અપરાધી ઠરેલી ન હોવી જોઈએ. એ માણસને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો વિશ્વાસી હોવાં જોઈએ. તેનાં બાળકો ઉદ્ધત અને આજ્ઞાનું ઉલ્લંઘન કરનારાં હોવાં ન જોઈએ.