Titus 3:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ મૂર્ખાઈભર્યા વાદવિવાદો, વંશાવળીઓ, ઝગડા તથા નિયમશાસ્ત્ર વિષેના વિસંવાદોથી તું દૂર રહે; કેમ કે તે બાબતો નિરુપયોગી તથા વ્યર્થ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માણસોને માટે એ જ સારું અને ઉપયોગી છે. પણ અર્થ વગરની દલીલો, પિતૃઓનાં નામોની વંશાવળીની લાંબી યાદીઓ અને નિયમશાસ્ત્ર વિષેના ઝઘડાઓથી દૂર રહે. તેઓ બિનઉપયોગી અને નક્માં છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ મૂર્ખતાભરેલા વાદવિવાદો, વંશાવાળીઓ, કજિયા તથા નિયમશાસ્ત્ર વિષેની તકરારોથી અલગ રહે, કેમ કે એવી બાબતો નિરુપયોગી તથા નકામી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એવા લોકોથી દૂર રહેજે જે મૂર્ખાઈભરી દલીલો કરતા હોય, જે લોકો નકામી વંશાવળીઓની વાતો કર્યા કરતા હોય, જે લોકો મૂસાના નિમયશાસ્ત્રના ઉપદેશ વિષે મુશ્કેલીઓ ઊભી કરીને ઝધડતા હોય. આ બાબતો નકામી છે અને તે લોકોને સહાયરુંપ નહિ થાય.