Zechariah 11:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યહોવાહે મને કહ્યું, "ખજાનામાં ચાંદીને મૂકી દે, તેઓએ તારું વિશેષ મૂલ્યાંકન કર્યું છે!" તેથી મેં ચાંદીના ત્રીસ સિક્કા લઈને યહોવાહના સભાસ્થાનના ખજાનામાં મૂકી દીધા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મને કહ્યું, “તેને મંદિરના ભંડારમાં રાખ.” તેથી મેં એ ચાંદીના ત્રીસ સિક્કા - તેમણે મારું આંકેલું મૂલ્ય - લઈને મંદિરના ભંડારમાં મૂક્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી યહોવાએ મને કહ્યું, “તેઓએ તારું મોટું મૂલ્ય કર્યું છે તે કુંભારની પાસે ફેંકી દે. અને મેં તે ત્રીસ રૂપિયા લઈ તેમને કુંભારની પાસે યહોવાના મંદિરમાં ફેંકી દીધા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી મને યહોવાએ કહ્યું, “તેથી આ રીતે તેઓએ તારું મોટું મૂલ્ય આંક્યું છે. તે નાણાંની મોટી રકમ તું મંદિરના ખજાનામાં નાખી દે.” તેથી મેં તે ત્રીસ સિક્કા લઇને યહોવાના મંદિરનાં ખજાનામાં નાખી દીધાં.